રાજકોટ જિલ્લામાં એક તરફ વરસાદ પાછો ખેંચાયો હતો, ત્યારે રવિવારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, સહિત જસદણ વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. એક માસ બાદ ફરીથી વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વાવેલા પાક માટે આ વરસાદ અનુકૂળ હોવાથી તેમની માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પુનઃપધરામણી, ધરતીપુત્રોમાં ખુશીની લહેર - GUJARAT
રાજકોટઃ રાજકોટ સહિત આજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ અને ધીમીધારે વરસાદ ચાલી રહ્યો હતો. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારો પૈકી ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પુનઃ પધરામણી, ધરતીપુત્રોમાં ખુશીની લહેર
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પુનઃ પધરામણી, ધરતીપુત્રોમાં ખુશીની લહેર
છેલ્લાં કેટલાક સમયથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ત્યારે આજે મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોને મોટી નુકસાની થતા અટકી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી છુટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.