ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Rain: ગોંડલમાં વરસાદથી તારાજી, વીજળી પડતાં ખેત મજૂરનું મોત - Rajkot Rain

રાજકોટના ગોંડલ પંથકની અંદરથી વરસાદને લઈને અકસ્માત તેમજ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા જ્યારે વીજળી પડતા એક શ્રમિકનું મોત થયું છે. ઉપરાંત દિવાલ ધરાશાયી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે.

Rajkot Rain: ગોંડલમાં વરસાદથી તારાજી સર્જાઈ, વીજળી પડતાં ખેત મજૂરનું થયું મોત
Rajkot Rain: ગોંડલમાં વરસાદથી તારાજી સર્જાઈ, વીજળી પડતાં ખેત મજૂરનું થયું મોત

By

Published : Jun 26, 2023, 9:02 AM IST

ગોંડલમાં વરસાદથી તારાજી સર્જાઈ, વીજળી પડતાં ખેત મજૂરનું થયું મોત

રાજકોટ:ગોંડલ શહેર અને તાલુકા પંથકમાં રવિવારે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની વિગતો સામે આવી છે. ભારે વરસાદના કારણે ગોંડલ શહેરના ઉમવાડા રેલ્વે અંડરબ્રિજમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતા. જેમાં આ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓમાં ભારે હાલાકી પડી હતી. અહિયાં વરસાદની સાથે વીજળી પાડવાનો પણ બનાવ ગોંડલમાં સામે આવ્યો છે.

ખેત મજૂરનું મોત:જેમાં મોટા મહિકામાં વીજળી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ગોંડલ ગીતાનગર જેતપુર રોડ સત્યનારાયણ મંદિર પાસે બુગદા ઉપર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ 8 ફૂટ ઊંચી અને 20 ફૂટ લાંબી દિવાલ સામાન્ય વરસાદમાં કડડભૂસ સાથે પડી જવા પામી હતી. સદનસીબે કોઈ ને ઈજા પહોંચી ન હતી. રાજકોટના ગોંડલમાં રવિવારે વરસાદી વાતાવરણ હતું. ગોંડલ તાલુકાના નાના મહિકાથી ગામે રહેતા અને મોટા મહિકા ગામે સંજય માવજીભાઈ સગપરીયાની વાડીએ ખેત મજૂરી માટે ગયેલા સુનિલ મોહનસિંહ પરમાર (ઉ.વ.32) નામના યુવક ઉપર વિજળી પડતા ખેત મજૂરનું મોત નીપજ્યું છે.

શ્રમિક ઉપર વિજળી:આ ઘટના બાદ મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરિવારનું પેટીયુ રળવા આવેલા શ્રમિક ઉપર વિજળી પડવાથી મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું જેમાં હાલ ગોંડલ તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે જેમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ લોધિકામાં નોંધાયો છે અને સૌથી ઓછો જસદણમાં પડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સાથે ગોંડલ, શાપર વેરાવળ, કોટડાસાંગાણી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે.

રાજમાર્ગો પર પાણી વહેતા થયા:ખાસ તો ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ચોમાસાના પ્રથમ ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર પાણી વહેતા થયા હતા. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે એટલે લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આ સાથે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

  1. Gujarat Monsoon: જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ ટાઢુ થયુ
  2. Gujarat Monsoon Updates: ધોધમાર વરસાદથી રાજસ્થાન હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી

ABOUT THE AUTHOR

...view details