ગોંડલ-જેતપુર પંથકમાં બાયોડિઝલના પમ્પ પર તંત્રના દરોડા
ગોંડલ અને વીરપુર નજીક 4 જેટલા બાયો ડિઝલ પમ્પમાં ડેપ્યુટી કલેક્ટરની આગેવાનીમાં જ્વલનશીલ પદાર્થ વેચાતો હોવાની બાતમીને પગલે રેડ પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટના ગોંડલ અને જેતપુર પંથકમાં બાયોડિઝલના પમ્પમાં દરોડા
રાજકોટ: જેતપુર ગોંડલ હાઇવે પર આવેલા બાયોડિઝલના પંપ પર બાયોડિઝલના નામે અન્ય જ્વલનશીલ પદાર્થ વેચાતો હોવાની બાતમીને આધારે ડેપ્યુટી કલેક્ટરની આગેવાની હેઠળ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવતા 5 લોકોની ટીમ બનાવી હતી અને દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડાની કાર્યવાહી હેઠળ અનેક જગ્યાથી સેમ્પલ લેવાયા છે. તેમજ પંપના સંચાલકો મોટા ભાગે રાજકીય ઓથ ધરાવતા હોવાની પણ ચર્ચાઓ થવા પામી છે.