RTO કચેરી બહાર યુવાનની હત્યા થઇ હતી. જેને લઇને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવકને નંબર પ્લેટ બાબતે ગ્રાહકો સાથે સવારના સમયે માથાકુટ થઇ હતી.
રાજકોટ RTO નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા, પોલીસ તપાસ શરૂ - રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરની ભાગોળે આવેલા RTO કચેરી બહાર વાહનોની રેડિયમ નંબર પ્લેટ સાથે સંકળાયેલા સાહિલ હનીફભાઇ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.
રાજકોટ RTO નજીક રેડિયમ નંબર પ્લેટના ધંધાર્થીની હત્યા
શહેરની RTO કચેરી બહાર યુવકોનું ટોળું ધસી આવતા સાહિલ પર હુમલો કર્યો હોવાની જાણ થઇ હતી. જો કે, મુસ્લિમ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ યુવાનના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા સિવિલ હોસ્પિટલમાં મૃતકના મિત્રો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.