રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી.જુગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે LCB પોલીસ.ઇન્સપેકટર એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ PSI એચ.એ.જાડેજા તથા સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે હડમતાળા ગામની સીમમાં રમેશ વીરડીયા-પટેલ ઉવ.50 રહે.હડમતાળા તા.ગોંડલ વાળાનેે બહારથી માણસો બોલાવી રૂપીયા તથા ગંજીપાતાના પાનાવડે તીનપત્તીનો રોન પોલીસ નામનો જુગાર રમી રમાડતા કુલ 9 માણસોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા 1,26,020/- તથા મોબાઇલ ફોન નંગ 10 કિ.રૂ.33,500/- તથા વાહન નંગ 1 કિ.રૂ.3,00,000/- તથા ગંજીપતાના પાના મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.4,59,520/- કબ્જે કરેલ છે.
રાજકોટના હડમતાળા ગામેથી જુગાર રમતા 9 ઈસમોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB - gujaratinews
રાજકોટ: ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ પ્રોહી. જુગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા મળેલ હકીકત આધારે હડમતાળા ગામની સીમમાં રમેશભાઈ વીરડીયા અને અન્ય જુગાર રમતા કુલ 9 માણસોને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. રોકડા રૂપિયા 126020/- તથા મોબાઇલ ફોન નંગ 10 કિ.રૂ.33500/- તથા વાહન નંગ 1 કિ.રૂ.300000૦/- તથા ગંજીપતાના પાના મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.459520/- કબ્જે કર્યો હતો.
rajkot
આ કાર્યવાહીમાં પોલીસ કોન્સટેબલ મયુરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સટેબલ બ્રીજરાજસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સટેબલ રવિદેવભાઈ બારડ, અનીલભાઈ ગુજરાતી, પોલીસ કોન્સટેબલ દિવ્યેશભાઈ સુવા, ભીખુભાઈ આહીર તેમજ મયુરસિંહ જાડેજાએ મહત્વની કામગીરી કરી હતી.