ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના લોકોએ નર્મદા નીરને આતશબાજી સાથે વધાવ્યા - NARMADA NIR

રાજકોટઃ ગોંડલ શહેરના જીવાદોરી સમાન વેરી તળાવમાં નર્મદાના નીરની પધરામણી બાદ ઓવરફલો થતા શહેરીજનોના હૈયા હરખાયા છે રવિવારે ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા વેરી તળાવે નર્મદાના નીર ના આતશબાજી સાથે વધામણા કરવામાં આવ્યા હતા.

RJT

By

Published : Jun 10, 2019, 2:03 AM IST

પ્રતિ વર્ષ ઉનાળામાં ગોંડલ શહેર મહીપરી યોજના પર આધારિત થઈ જતું હોય છે ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાતા સરકાર દ્વારા ત્રંબાથી વેરી તળાવ સુધી link3 પાઈપલાઈન મંજુર કરી આપી નર્મદાના નીર પહોંચાડાતા વેરી તળાવ ઓરફ્લો થયો હતો. આ સાથે જ ગોંડલના લોકોના પ્રાણ પ્રશ્નનું પણ નિરાકરણ આવ્યુ છે.

ગોંડલના લોકોએ નર્મદા નીરને આતશબાજી સાથે વધાવ્યા

ત્યારે રવિવારે સાંજે વેરી તળાવ ખાતે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,વોટર વર્કસ ચેરમેન આસિફભાઈ ઝકરીયા સહિત પાલિકા સદસ્યોની હાજરીમાં નર્મદાના નીરના વધામણા આતશબાજી કરી કરવામાં આવ્યા હતા.

ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવને રવિવારે ફુલહાર તેમજ રંગબેરંગી લાઈટો થી સુશોભિત કરવામાં આવ્યું હતું અને ગોંડલ નગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજી સાથે વધામણા કરવામાં આવ્યા હતા. વેરી તળાવ ખાતે પમ્પ હાઉસનું ખાતમુર્હુત ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા નગરપાલિકાના સદસ્યો હસ્તે કરવામાં આવ્યું હતું.

વેરી તળાવ બાદ આશાપુરા ડેમ નર્મદાના નીરથી આશાપુરા ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. વેરી તળાવ અને આશાપુરા ડેમ ઓવરફ્લો થતાં જ બહોળી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોંડલ DYSP - સીટી P.I. અને ગોંડલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જ્યારે તળાવ ઉપર નીરના સ્વાગત અને આતશબાજી સાથે નગરજનોમાં ઉત્સવનો માહોલ હોય લોકોની ભીડ જામતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકાની ફાયર ફાઇટરની ટીમ સુરક્ષાને લઈ તૈનાત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details