સરકારી વકીલ એવા એસ.કે વોરા રાજકોટ:રાજકોટની ભાગોળે એટલે કે જામનગર રોડ ઉપર ખંડેરી સ્ટેડિયમ નજીકથી એટીએસ દ્વારા 200 કરોડથી વધુનો હિરોઈનનો જથ્થો પકડી પડાયો છે. જ્યારે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટા પ્રમાણમાં હેરોઈનનો જથ્થો પકડાયો છે. સમગ્ર મામલે એટીએસ દ્વારા દિલ્હીથી એક નાઈઝીરીયાની ધરપકડ કરાઈ છે. જેને આજે રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ નાઈજીરીયન આરોપીના 12 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
નાઈઝીરીયન નાગરિકની ધરપકડ:બીજી તરફ સામે આવ્યું છે કે આ 30 કિલોથી વધુનો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી ગુજરાતના દરિયા કિનારે મોકલવામાં આવ્યો હતો અને તેને વાયા રાજકોટથી દિલ્હી ખાતે મોકલવામાં આવનાર હતો પરંતુ આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચે તે પહેલા જ એટીએસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે. હાલ એક નાઈઝીરીયનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના રિમાન્ડ મંજૂર થતા આગામી દિવસોમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તેમજ આ નાઇજિરિયન કોને આપવાનો હતો તે તમામ બાબતોના ખુલાસા થશે.
પાકિસ્તાનથી અનવર નામના ઈસમે મોકલ્યું ડ્રગ્સ:ડ્રગ્સ મામલે જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે સરકારી વકીલ એવા એસ.કે વોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કોર્ટમાં અમદાવાદના એટીએસના અધિકારીઓ એક નાઈઝેરીયન આરોપીને લઈને આવ્યા હતા. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ અનવર નામના પાકિસ્તાનના એક વ્યક્તિએ ગુજરાતના દરિયાકિનારે બહુ મોટો ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હતો. જેને જાફરી નામનો માણસ દરિયા કિનારાથી આગળ લઈને આવવાનો હતો. ત્યારબાદ બબલુ નામનો માણસ તેને રિસીવ કરવાનો હતો અને બબલુ આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી ખાતે મોકલવાનો હતો.
'એટીએસને માત્ર એટલી જ માહિતી મળી હતી કે રાજકોટની ભાગોળે આવેલા ખંડેરી સ્ટેડિયમની પાછળ ચેકડેમના વિસ્તારમાં 30 કિલો હેરોઈનનો જથ્થો મૂકવામાં આવ્યો છે. જેમાં 10 -10 કિલોના ત્રણ અલગ અલગ બેગમાં આ હેરોઈનનો જથ્થો મૂકવામાં આવ્યો છે. જેના આધારે એટીએસની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આ ડ્રગ્સનો જથ્થો કોણ લેવામાં આવે છે તેની રાહ જોઈને બેઠી હતી. જ્યારે વોચ દરમિયાન જે સમયે અને સ્થળે બબલુ નામનો માણસ ડ્રગ્સ લેવા માટે આવવાનો હતો તે આવ્યો નહોતો.' -સરકારી વકીલ
રિમાન્ડ મંજુર:એટીએસ દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને તેને રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ઝડપાયેલો નાઈઝિરિયન ઓગસ્ટ 2022માં ત્રણ મહિનાના વિઝા લઈને ઇન્ડિયા ખાતે આવ્યો હતો ત્યારથી અહીંયા જ રહેતો હતો. જ્યારે તે શું કામ ધંધો કરે છે તેમ તેની આર્થિક આવક શું છે તેની કાંઈ પણ વિગતો સામે આવી નહોતી. જે અંગેની દલીલ સરકારી વકીલ એસ.કે વોરા દ્વારા કોર્ટમાં કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખી હતી અને આ હેરોઈનના આરોપીના 12 દિવસના રિમાન્ડને કોર્ટ દ્વારા મંજૂર રાખવામાં આવ્યા છે.
- Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી
- Lawrence Bishnoi: ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટના કેસમાં લોરેન્સ બિશ્ર્નોઇને જેલ હવાલે કરાયો
તમામ આરોપીઓના નામ ખોટા:રાજકોટ નજીકથી 200 કરોડથી વધુનો ડ્રગ્સ મળવા મામલે હવે એટીએસઓ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આનું કનેક્શન પાકિસ્તાનના અનવર સાથે જોડાયેલું છે ખરેખરમાં અનવર નામ સાચું છે કે ખોટું, જ્યારે રાજકોટમાં જે બબલુ નામનો ઈસમ આ ડ્રગ્સની ડિલિવરી લેવા આવવાનો હતો તે બબલુનું નામ સાચું છે કે કેમ તેમજ તે કેમ ન આવ્યો અને હાલ ક્યાં છે.આ સાથે જ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી આ મામલે એ સ્પષ્ટતા નથી થઈ કે ગુજરાતના ક્યા જિલ્લના દરિયા કિનારાથી આ ડ્રગ્સનો જથ્થો રાજકોટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.