- ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઇ ટેસ્ટ સિરીઝ
- જેને લઈને દેશવાસીઓમાં ખુશીનો માહોલ
- સૌરાષ્ટ્રના રનમશીન તરીકે ઓળખાતા પૂજારાના ઘરમાં પણ ખુશીનો માહોલ
રાજકોટઃગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતની ભવ્ય જીત થઈ છે. જેને લઈને દેશવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના રનમશીન તરીકે ઓળખાતા પૂજારાના ઘરમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે પૂજારાની પુત્રીએ ઘરમાં જ ડાન્સ કરી ટીમ ઇન્ડિયાની જીતને પોતાની આગવી સ્ટાઇલમાં વધાવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
ભારતની જીતને પૂજારાની દીકરીએ વધાવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પૂજારાના પિતાએ ગર્વની લાગણી અનુભવી
ચેતેશ્વર પૂજારા મૂળ રાજકોટના હોવાથી તેમનો પરિવાર પણ રાજકોટ ખાતે રહે છે. જ્યારે ટેસ્ટ સિરીઝમાં પૂજારાનું પરફોર્મન્સ જોઈને તેમના પિતા પણ ખુશ થયા હતા અને ગર્વની લાગણી અનુભવી હતી. તેમજ તેમને આ અંગે જણાવ્યું હતું કે,આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમના બોલરના કુલ બોલના 25થી 27 ટકા બોલ ચેતેશ્વરે એકલાએ ફેસ કર્યા છે. આ પણ એક અમારા માટે ગર્વની વાત છે. ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથો સાથ 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો રેકોર્ડ તોડ્યો છે.
ઇન્ડિયન ટીમે 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયાના ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ફાઇનલ મેચમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. જેમાં ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથો સાથ 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો રેકોર્ડ પણ તોડ્યો છે. જેને લઈને ભારતીય ક્રિકેટના પ્રદર્શનાર્થી દેશવાસીઓ પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.