ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં લોકમેળાની તોરીખ જાહેર, 22 ઓગસ્ટથી પાંચ દિવસ યોજાશે

રાજકોટ: સૌરાષ્ટ્રભરના લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે, તેવા સાતમ આઠમના રંગીલા રાજકોટના લોકમેળાની તારીખો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે આગામી ઓગસ્ટ માસમાં તા. 22 થી 26 સુધી એમ પાંચ દિવસ રેસકોર્સના મેદાનમાં લોકમેળો યોજાશે. આ લોકમેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક ઇમેજ

By

Published : Jun 21, 2019, 3:11 PM IST

કમેળાના આયોજન માટે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે મળેલી બેઠકમાં કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ લોકમેળો જન્માષ્ટમીના પર્વમાં જનજન માટે આનંદ અને પ્રમોદનું માધ્યમ બની રહે એ પ્રકારે આયોજન કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, લોકમેળાના સમય દરમિયાન વર્ષાઋતુ પૂરબહારમાં હશે, એટલે મેદાનમાં ગંદકી ના થાય એની તકેદારી રાખવી પડશે. આ ઉપરાંત પ્લાસ્ટિકના ઉપયોગ પ્રતિબંધિત રહેશે. આ વખતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, લોકમેળાને આકર્ષક નામ આપવામાં આવશે. તેના ઉદ્દઘાટન સમારોહમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તૃતી કરવામાં આવશે.
આ રંગીલા રાજકોટના મેળામાં કૂલ 347 જેટલા સ્ટોલ રહેશે. જેમાં એ, બી, ઇ, એફ, જી, એચ, એક્સ કેટેગરીના કૂલ મળી 97 સ્ટોલની હરરાજી કરવામાં આવશે. જ્યારે, 224 પ્લોટનો ડ્રો કરવામાં આવશે.

ફોર્મનું વિતરણ થોડા દિવસો બાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં યોજવામાં આવેલા ગોરસ લોકમેળામાંથી કૂલ 3,08,64,283 રુપિયાની આવક થઇ હતી. તેની સામે 2,52,13,579 રુપિયાનો ખર્ચ થયો હતો. આમ, 56,50,704 રુપિયાની બચત થઇ છે. જે વિવિધ વિકાસના હેતુંથી વાપરવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details