રાજકોટઃ રાજકોટ મેડિકલ કોલેજના વડાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો. રાજકોટ મેડીકલ કોલેજના PSM વડાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવતા શહેરની તબીબીઆલમમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક ડોક્ટર. શોભા મિશ્રા ઘરમાં હતા તે દરમિયાન તેમનું મોત થયું હતું. આ મામલે પાડોશીઓએ પોલીસને જાણ કરી છે.ત્યારે પોલીસ દ્વારા ડોક્ટર શોભા મિશ્રાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે.
પાડોશીઓએ જાણ કરી :આ મામલે ડોક્ટર શોભા મિશ્રાના પાડોશી ચંદનભાઈએ જણાવ્યું હતું કે મારી તબિયત સારી ન હોવાથી હું પણ સિવિલ હોસ્પિટલમાં હતો. જ્યારે તેમની દીકરીએ પણ ડોક્ટર શોભાને ફોન કર્યો પરંતુ તેમને ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તમામ આસપાસની મહિલાઓ પણ ડોક્ટર શોભાના ઘરે ગયા ત્યારે તેઓ દરવાજો બંધ હતો. તેને તોડીને જોયુ તો તેઓ બેડ પર હતા અને ઘરમાં ટીવી અને પંખા ચાલી રહ્યાં હતાં. આ ઘટના અંગે અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આવીને તાત્કાલિક મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તૈયારી કરી હતી. મૃતક ડોક્ટર શોભા મિશ્રાના પતિ પણ ડોક્ટર છે અને તેઓ વડોદરા મેડીકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે.
આ પણ વાંચો રાજકોટ મેડીકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મળી મંજૂરી