ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - ડુંગળીના ભાવ

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધને હટાવવા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી શહેરમાં રેલી યોજ્યા બાદ ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ
ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 10:42 AM IST

Updated : Dec 13, 2023, 4:00 PM IST

ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ :ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો તથા વેપારીઓને સાથે રાખીને એક રેલી યોજવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ પાછો ખેંચવાની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ ડુંગળીના હાર પહેરીને ઉગ્ર વિરોધ સાથે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.

ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધના કારણે હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે ખેડૂતોએ ખેતરમાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું તે ડુંગળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે. આ તૈયાર થયેલ ડુંગળીના ભાવ પોષણક્ષણ મળી રહ્યા નથી તથા ડુંગળીના ભાવ દિવસેને દિવસે ગગડી રહ્યા છે.

પડ્યા પર પાટું :છેલ્લા 15 દિવસમાં પડેલા કમોસમી વરસાદને કારણે તમામ પ્રકારના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. માવઠાના કારણે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા અચાનક ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને બીજી તરફ ડુંગળીનો પાક ખરાબ થઈ રહ્યો છે. તેથી ડુંગળી હાલ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

રાતા પાણીએ રડાવતી ડુંગળી :ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ પહેલા ડુંગળીના ભાવ 20 કિલોના રુપિયા 700 થી 800 મળતા હતા. જ્યારે હાલ ભાવ રુપિયા 200 થી 300 મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં પણ પોષણક્ષમ ભાવ નથી મળતા. આ ઉપરાંત વેપારીઓ પણ ડુંગળીના ભાવ નથી આપી શકતા, ત્યારે નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો મોટી સમસ્યામાં ઘેરાઈ ગયા છે.

ખેડૂતોની માંગ :ખેડૂતોની સમસ્યા અને માંગણીને ધ્યાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. આ સાથે ધોરાજીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ કોંગ્રેસ સમિતિ, ખેડૂતો, વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકારના ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી હતી.

અનોખો વિરોધ :ઉપરાંત પ્રાંત અધિકારીના ટેબલ ડુંગળી રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

  1. દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ખાનગી બસને પ્રવેશબંધી, ખાનગી બસ સંચાલકો લડી લેવાના મૂડમાં
  2. રાજ્યની એક માત્ર ઈન્ડો અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલ દેખરેખ અને ઉપયોગના અભાવે ખંડેર બની ગઈ
Last Updated : Dec 13, 2023, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details