ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં તાંડવ વેબ સિરીઝ સામે વિરોધ, સાધુ સમાજનું આવેદનપત્ર - Sadhu Samaj

રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં શુક્રવારે સાધુ સમાજે વેબ સિરીઝ તાંડવ સામે વિરોધ દર્શાવ્યો છે. તેમજ ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝફર અને ફિલ્મ કલાકારો સૈફ અલીખાન સહિતના અન્ય 2 કલાકારોના પૂતળા સળગાવવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલે વિરુદ્ધ વીરપુર પોલીસ મથકમાં આવેદન આપ્યું છે.

રાજકોટ
રાજકોટ

By

Published : Jan 22, 2021, 3:27 PM IST

  • રાજકોટ જિલ્લામાં તાંડવ વેબ સિરીઝ સામે વિરોધ
  • સાધુ સમાજે આપ્યું આવેદનપત્ર
  • સૈફ અલીખાન સહિતના અન્ય 2 કલાકારોના પૂતળા સળગાવ્યા

રાજકોટ : જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં શુક્રવારે સાધુ સમાજે વેબ સિરીઝ અંગે વિરોધ દર્શાવ્યો છે. તેમજ ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝફર અને ફિલ્મ કલાકારો સૈફ અલીખાન સહિતના અન્ય 2 કલાકારોના પૂતળા સળગાવ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલે વિરુદ્ધ વીરપુર પોલીસ મથકમાં આવેદન આપ્યું હતું.

હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી હોવાનો આક્ષેપ

સાધુ સમાજનો આક્ષેપ છે કે, આ વેબ સિરીઝના નિર્માતાઓ અને કલાકારોએ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી છે. તેમજ હિન્દૂ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ તમામ વિરુદ્ધ કાયદેસર પગલા લેવાની પણ માગ કરી હતી. હાલ OTT પ્લેટફોર્મ ઉપર આવી ઘણી વેબ સિરીઝ ચાલી રહીં છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

તાંડવ વેબ સિરીઝમાં હિન્દુત્વને લઈને અનેક વિવાદાસ્પદ ટિપ્પણી

OTT પ્લેટફોર્મ પર તાંડવ નામની વેબ સિરીઝ ચાલે છે. જેમાં હિન્દુત્વને લઈને અનેક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને હિન્દુ ધર્મની લાગણી દૂભાઈ હોય અનેક જગ્યાએ સાધુ સમાજ અને હિન્દૂ સંગઠનો દ્વારા આ બાબતે વિરોધનું વંટોળ ઉઠ્યું છે. આ વેબ સિરીઝના નિર્માતા સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વીરપુરના પીઠડીયા રામટેકરીના મહંત ગોપાલદાસ બાપુ અને સાધુ સમાજ દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details