રાજકોટ : શહેરની ભાગોળે નિર્માણ પામી રહેલા એઇમ્સમાં હોસ્ટેલ શરૂ (Rajkot development operation) થઈ ગઈ છે. તેમજ આગામી વર્ષ 2023માં એઇમ્સ ઓન સંપૂર્ણપણે શરૂ કરવામાં આવશે. રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીક 200 એકર વિશાળ જગ્યા પર અંદાજે 1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. એઈમ્સનું બાંધકામ હાલ 70 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. હાલ બિલ્ડીંગોમાં કલર અને પ્લાસ્ટર બાકી છે. જેનું કામ પૂર્ણ જોશમાં શરૂ છે. (New Project 2023 in Rajkot)
PM મોદી હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓરાજકોટના ગ્રીન ફિલ્ડ હીરાસર એરપોર્ટની કામગીરી ગતિ આપવામાં આવી રહી છે. જેમાં આ એરપોર્ટના હંગામી ટર્મિનલનું કામ પૂર્ણતાના આરે છે. આગામી 15થી 20 દિવસમાં જ આ ટર્મિનલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જાન્યુઆરી માસમાં હીરાસર ખાતેનું એરપોર્ટ તૈયાર થઈ જશે. તેના ઉદઘાટન માટે વડાપ્રધાન આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. (projects 2023 in Rajkot)
રાજકોટને નવી 9 માળની હોસ્પિટલ મળશેરાજકોટમાં હોસ્પિટલ ચોક ખાતે વર્ષો જૂની જનાના હોસ્પિટલ હતી. જેને પાડીને ત્યાં નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ છે. જ્યારે ત્યાં પણ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે અહીં 9 માળનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. તમામ અધતન ટેકનોલોજી સાથે આ જનાના હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. જે રાજકોટ વાસીઓને આગામી ફેબ્રુઆરી સુધીમાં મળે તેવી શક્યતાઓ છે. (Development in Rajkot 2022)