રાજકોટ: રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. તેની તપાસ દરમિયાન SIT દ્વારા જેલમાં રહેલા 15 કેદીઓની આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી છે.
રાજકોટ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે 5 જેલકર્મીની સંડોવણી ખુલી - 5 jail personnel issue
રાજકોટ શહેરની પોપટપરા જેલના કેદીઓ પાસેથી મોબાઈલ, તમાકુ, ગુટખા સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સતત મળી આવતી હતી. જાન્યુઆરી 2020થી જૂન 2020 સુધીમાં આ પ્રકારની ઘટનાના 11 જેટલા મામલા સામે આવતા હતા. જેલમાં રહેલા 15 જેટલા કેદીઓની આ મામલે વધુ પૂછતાછ કરવામાં આવી હતી.
રાજકોટ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના મામલે, 5 જેલ કર્મીની સંડોવણી ખુલી
જેમાં જેલમાં જ ફરજ બજાવતા પાંચ જેટલા કર્મચારીની સંડોવણીનો ખુલાસો થયો છે. હાલ રાજકોટ પોલીસ દ્વારા આ પાંચ કર્મીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. જેલ ખાતે ફરજ બજાવતા હવાલદાર ખીમા મશરીભાઈ કેશવાલા, સુબેદાર છોટુભા બી. ચુડાસમા, જેલસહાયક ભરત અમુભાઈ ખાંભરા, જેલસહાયક હરપાલસિંહ ડી. સોલંકી, જેલ સહાયક રાજદીપસિંહ ઝાલા નામના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલા પણ 5 જેલ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.