રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજમાં (Veerbai Women Science College Rajkot) બે વિદ્યાર્થીનીઓ સાથે ત્રણ મહિના પહેલા એક પ્રોફેસર દ્વારા જાતીય સતામણીનો મામલો સામે આવ્યો (students Sexual harassment by a professor) હતો. જ્યારે આ મામલે તપાસ કમિટી દ્વારા વિદ્યાર્થીઓનું હિયરીંગ કરીને રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. આ તપાસ કમિટીમાં પ્રોફેસર સંજય તેરૈયાને દોષી ઠેરવવામાં આવ્યા (Professor Sanjay Teraiah was found guilty) છે. આ મામલે હવે FIR નોંધાવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી (FIR will also be registered) છે.
પ્રોફેસર વિરુદ્ધ FIRની કાર્યવાહી કરાશે:જ્યારે ત્રણ મહિના પહેલા માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજમાં બે વિદ્યાર્થીઓની જાતીય સતામણી થઈ હતી. જે મામલે વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજ તંત્રને અરજી કરવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ કોલેજ પ્રશાસન દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જે તપાસ કમિટીએ પોતાની કાર્યવાહી પૂર્ણ કરી છે. ત્યારે તેના રિપોર્ટમાં પ્રોફેસર સંજય તૈરૈયા દોષિત હોવાનું સામે આવ્યું છે. જેને લઈને હવે કોલેજ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીનીઓનું કાઉન્સેલિંગ કરીને પ્રોફેસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોપતિને અનોખી શ્રધ્ધાંજલિ: રાજકોટમાં પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા કરી શરુ