ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જેલના કેદીઓએ 45 હજાર માસ્ક તૈયાર કર્યા - રાજકોટ જેલના કેદીઓએ 45 હજાર માસ્ક તૈયાર કર્યા

રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં 45 હજાર જેટલા માસ્ક તૈયાર કરાયા છે.

rajkot
rajkot

By

Published : May 5, 2020, 8:54 PM IST

રાજકોટ: રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને તાલીમબધ્ધ કરી ઉદ્યમી બનાવી રોજગારી પૂરો પાડવામાં આવે છે. મધ્યસ્થ જેલમાં ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતીને ધ્યાને લઇને છેલ્લા કેટલાક દિવસોથી માસ્કનું ઉત્પાદન શરૂ કરાયું છે.

જેલના દરજી વિભાગમાં પાકા કામના 17 જેટલા પુરૂષ અને દસથી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં 45 હજાર જેટલા માસ્ક તૈયાર કરાયા છે, જે રાજ્યની વિવિધ જેલો, રાજકોટ મ્યુની. કોર્પો., SRP ગૃપ ગોંડલ, SRP ગૃપ ઘંટેશ્વર, SRP ગૃપ બેડી જામનગર, SRP ગૃપ ચેલા જામનગર, રાજકોટ જીલ્લા પોલીસ, PDU હોસ્પિટલ રાજકોટ, પોરબંદર જીલ્લા પોલીસ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, જીલ્લા આરોગ્ય શાખા પોરબંદર, ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ રાજકોટ, NSIC તકનીકી સેવા કેન્દ્ર, રાજકોટ રેલ્વે પોલીસ જેવી વિવિધ સરકારી સંસ્થાઓ તથા વિવિધ પ્રાઈવેટ સંસ્થાઓને પૂરાં પાડ્યા છે.

રાજકોટ જેલના કેદીઓએ 45 હજાર માસ્ક તૈયાર કર્યા

આ માસ્ક 100 ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ૮ રુપિયાનીી પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાનના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાઇરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહ્યા છે. જ્યારે હાલમાં પણ માસ્કનું ઉત્પાદન શરૂ જ છે.

ABOUT THE AUTHOR

...view details