- 12 માર્ચે આવશે અમદાવાદમાં વડાપ્રધાન મોદી
- આઝાદીના 75 વર્ષ નિમિત્તે યોજાશે દાંડી યાત્રા
- 21 દિવસ દાંડી યાત્રાનું આયોજન
- 5 એપ્રિલના રોજ પૂર્ણ થશે દાંડી યાત્રા
ગાંધીનગર: આઝાદીનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે સવારે 10:30 કલાકે દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે તેવી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. જ્યારે પાંચ એપ્રિલના દિવસે દાંડી ખાતે આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો: 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના
દાંડી યાત્રા આવનારી પેઢી માટે ખાસ મેસેજ
ઐતિહાસિક દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજની નવી પેઢીને ખબર પડે તે રીતે તમામ લોકોને ઇતિહાસનો જ્ઞાન થાય તે અર્થે પણ દાંડી યાત્રા કરવામાં આવી રહી છે. જ્યારે આવનારા સમયમાં દેશના ભવિષ્ય એટલે કે, નવી પેઢીને આ બાબતે ખાસ જ્ઞાન મળે તે માટે પણ રાજ્ય સરકારનું આયોજન છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી 12 માર્ચે ફરી ગુજરાત આવશે, સાબરમતી આશ્રમથી શરૂ કરશે અમૃત મહોત્સવ
આખું વર્ષ દાંડી યાત્રાની કરવામાં આવશે ઉજવણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત કરી છે કે, 75 વર્ષની ઉજવણી આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે. 21 દિવસ ચાલનારી આ દાંડી યાત્રામાં ગુજરાત સરકારના તમામ પ્રધાનો ઉપરાંત કેન્દ્ર સરકારમાંથી પણ અમુક પ્રધાનો હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવાય રહી છે.