ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૃહિણીનું બજેટ ફરી એકવાર ખોરવાશે, સિંગ અને કપાસિયા તેલના ભાવમાં વધારો - RJT

રાજકોટઃ સીંગતેલ લૂઝમાં છેલ્લા બે દિવસથી તેજી જોવા મળી રહી છે. જેને લઈને ગુરુવારના રોજ બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જેને લઈને સિંગતેલ તેમજ કપાસિયા તેલના ડબ્બે રૂપિયા 10નો વધારો દેખાયો છે ત્યારે, ફરી આગામી દિવસોમાં ગૃહિણીઓનું બજેટ ખોરાવાની શક્યતાઓ છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 14, 2019, 6:11 PM IST

સિંગ અને કપાસિયાના તેલના ભાવ વધારો થયા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા1670-1680ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બે ભાવે રૂપિયા 1170-1180પહોંચ્યો છે. હાલ એક તરફ ચોમાસુ બેઠું છે તેમજ આગામી દિવસોમાં તહેવાર પણ આવનાર છે ત્યારે અત્યારથી જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થવાની શક્યઓ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા તેલના ભાવમાં ફેરફાર કરતા સિંગતેલના લુઝ ભાવમાં તેજી જોવા મળી હતી. જેને લઈને આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details