ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. રજીસ્ટ્રેશન માટે યાર્ડ બહાર ખેડુતોની લાંબી કતાર જોવા મળી રહ્યા છે. મગફળીની આવક આ વર્ષે બમણી થવાની આશાએ સીંગતેલના ભાવમાં ડબ્બે રૂ.20નો ઘટાડો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હજુ નવો મગફળીનો પાક બજારમાં આવ્યો નથી.
મગફળીની સારી આવકની આશાએ સીંગતેલમાં ડબ્બે રૂ.20નો ઘટાડો - Market Yard RAJKOT
રાજકોટ : સમગ્ર રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. ત્યારે મગફળીનું હબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થવાની આશાએ તેલના ભાવમાં ઘટાડો કરાયો છે.
etv bharat rajkot
સિંગતેલના ભાવમાં એકસાથે રૂ.20નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ પણ સિંગતેલમાં ભાવમાં આંશિક ઘટાડો થઈ શકે છે.