રાજકોટ : પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ઉપલેટા નજીક આવેલા ડુમીયાણી ટોલ પ્લાઝા દ્વારા છેલ્લા બે દિવસથી ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું, ત્યારે ટોલ પ્લાઝામાં થયેલા ભાવ વધારાને લઈને ભાવ ઘટાડવા અને સ્થાનિક વાહનોને ઓછો ટોલ ચૂકવવા માટેની માંગણીઓ અંગેની બેઠક ટોલ પ્લાઝા ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકની (Dumiyani Toll Plaza Meeting) અંદર ટોલ પ્લાઝાના કર્મચારીઓ, સંચાલકો અને ઉપલેટા, ધોરાજી વિસ્તારના આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ અને સ્થાનિક ધારાસભ્યો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિકોને રાહત આપવા અને ભાવ ઘટાડવા અંગેની માંગ કરવામાં આવી હતી. (Upleta Dumiyani Toll Booth)
ગેરકાયદેસર રીતે વાહનો કાઢતા ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પર અગાઉ દાદાગીરીથી અને ગેરકાયદેસર રીતે વાહનો કાઢી અને ટોલ ન ચૂકવી સરકારી આવકને નુકસાની કરવામાં આવતી હતી, જે બંધ કરવામાં આવી છે. નિયમ અનુસાર ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનું ટોલ પ્લાઝાના સંચાલક મયુર સોલંકીએ જણાવ્યું છે. સમગ્ર બાબતે અહીંયા જે પ્રકારે ગેરરીતિ ચાલતી હતી અને દાદાગીરીથી ટોલ ન ચૂકવવાની બાબતો હતી. તે બાબતો બંધ થતા સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું ટોલ પ્લાઝાના સંચાલકે જણાવ્યું છે. (Price hike at Dumiyani Toll Booth)
આ પણ વાંચોકર્ણાટકમાં ટોલ પ્લાઝા સાથે બસ અથડાઈ, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા