ધોરાજીનાં કારીગરો એક આગવી ઓળખ ધરાવતા હોઈ છે. જયારે ધોરાજી દ્વારા પણ કલાત્મક અને આકર્ષક તાજીયા બનાવામાં આવી રહ્યા છે. કલાત્મક તાજીયા બનાવી ગુજરાતનાં ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી સખત 4 થી 5 મહિના રાત દિવસ ચાલે છે.
ધોરાજીમાં તાજીયા બનાવવાની ઉમંગભેર તૈયારીઓ - dhoraji
રાજકોટ: મુસ્લિમોનો પવિત્ર તહેવાર મોહરમ મહિનો નિયમિત કરબલાનાં 72 શહીદોની યાદમાં કલાત્મક તાજીયા બનાવવાની બારીક કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ધોરાજી શહેરમાં સૈયદ રૂસ્તમ માતમનો તાજીયો બનાવવાની કામગીરી પણ પૂર જોશમાં ચાલી રહી છે.
![ધોરાજીમાં તાજીયા બનાવવાની ઉમંગભેર તૈયારીઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4343391-thumbnail-3x2-rajkot.jpg)
આગામી સોમવારે દરેક તાજીયા માતમમાં આવશે મંગળવારે હુંસૈની નિયાઝ કમૈટી દ્વારા ન્યાઝનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં 500 જેટલા કાર્યકરો ખડેપગે રહેશે. ખ્વાઝા સાહેબનાં મેદાનમાં 10 દિવસ રજવી કમિટી દ્વારા વાઐઝનો કાર્યક્રમ રાખવામાં આવે છે. કલાત્મક તાજીયા બનાવતા કારીગરોની કામગીરીને સૈયદ હાજી કયુમબાવા શિરાજી સૈયદ અબ્બાસ બાપુ, હનીફ બાપુ, સબ્બીર બાપુ, બશીર બાપુ,જાવીદ બાપુ, રજાક બાપુ, અમીન બાપુ રૂસ્તમ વાળા આ કામને સફળ બનાવી રહ્યા છે. મુસ્લિમોમાં મોહરમ માસ ઉજવવા માટે એક ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી રોશનીનો શણગાર ચાલુ કરવામાં આવ્યો છે. આ શહીદી પર્વ મુસ્લિમો ખુબજ ઉત્સાહ અને ઉમંગ થી ઉજવવામાં આવશે.