રાજકોટઃ નવરાત્રિ દરમિયાન સમૂહમાં 200 વ્યકિતની મર્યાદામાં કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરીને માતાજીની પૂજા-અર્ચના કરવાની રાજય સરકારે છૂટ આપી હતી. જો કે, પ્રસાદીએ આપણી પરંપરા છે એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હાલ રાજય સરકારે વ્યકિતદીઠ પેકિંગમાં પ્રસાદી આપી શકાશે. તેવો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લાના કાગવડ ખોડલધામ મંદિર ખાતે સુખડીનો પ્રસાદ ભાવિકોને અપાશે.
કાગવડ ખોડલધામ મંદિર ખાતે નવરાત્રિના તહેવારમાં સુખડીનો પ્રસાદ પેકીંગમાં અપાશે
કાગવડ ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર માતાજીની આરતીના દર્શન ભક્તજનો ઘરે બેઠા લાઈવ જોઈ શકશે. ખોડલધામના ફેસબુક પૅઝ પર, યૂ-ટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર સાંજે 6.30 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. નવી ગાઈડલાઈન મુજબ ધ્વજારોહણમાં પણ માત્ર 100 જ વ્યક્તિ હાજર રહી શકશે અને સુખડીનો પ્રસાદ પ્લાસ્ટિકના પેકીંગ બોક્સમાં આપવામાં આવશે.
કાગવડ ખોડલધામ મંદિર ખાતે સુખડીનો પ્રસાદ પ્લાસ્ટિક પેકીંગમાં આપવામાં આવશે
ખોડલધામ કાગવડ મંદિર ખાતે સુખડીનો પ્રસાદ પ્લાસ્ટિકના બોક્સ પેકીંગમાં આપવામાં આવશે. કોવિડ-19ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પણે પાલન કરાશે અને મંદિરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં 100 વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ નોરતે કાગવડ ખોડલધામ મંદિર ખાતે ખોડિયાર માતાજીની આરતીના દર્શન ભક્તજનો ઘરે બેઠા લાઈવ જોઈ શકશે. ખોડલધામના ફેસબુક પૅઝ પર, યૂ-ટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર સાંજે 6.30 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે.