રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીવા તળે અંધારું હોય તેવી સ્થિતી સામે આવી છે. જેતપુરના ચારણ સમઢીયાળા પ્રાથમિક શાળામાં(Government school in Jetpur) વર્ષોથી એક શિક્ષક દ્વારા ધોરણ 1 થી 8ના 86 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાના આચાર્ય સતત બીમારી હોવાથી રજા ઉપર હોય છે. ત્યારે ચારણ સમઢીયાળાની શાળામાં એક જ શિક્ષક દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ શિક્ષક 31 ડીસેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યા છે. જેને લઈને શાળામાં શિક્ષકોનો અભાવ જોવા મળતો ગ્રામજનોએ વેદનો વ્યક્ત કરી છે.
શિક્ષકોનો અભાવ સામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું
રાજકારણીઓ જ્યારે જેતપુરના ચારણ સમઢીયાળા ગામમાં ભૂલકાઓના નજરઅંદાજ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. શાળાના આચાર્યએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી એક જ શિક્ષક દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ શાળામાં ધોરણ 1થી 8 માં કુલ 86 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોનો અભાવ(Lack of Teachers in Government School) હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે ધૂંધળું દેખાઈ રહ્યું છે. શાળાઓમાં શિક્ષકોના અભાવ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી(Primary Education Officer) અને ગ્રામપંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં સમસ્યાઓનું સમાધાન નથી થઈ રહ્યું.
શાળામાં શિક્ષકોના અભાવના કારણે શાળાને તાળાબંધીની ચીમકી
ગામના સ્થાનિક આગેવાન પંકજ પરમારે જણાવવામાં હતું કે, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી છે છતાં સરકારી બાબુઓ પ્રજાની સેવા કરવાના બદલે પ્રજાને ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે. જો આગામી સમયમાં આ સરકારી પ્રાથમિક શાળામાં(Education Department Gujarat) ધારાધોરણ મુજબ શિક્ષકોનુ મહેક આપવામાં નહીં આવે તો આ ગામના લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.