રાજકોટઃ કોરોના સંકટ વચ્ચે પરેશાન ખેડૂતોને મદદ કરવા માટે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે રાજ્ય સરકારને પત્ર લખીને ખેતી વિષયક ધિરાણનું વ્યાજ ભરી રીન્યુ બાબતે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ જવાબ ન મળવાથી તેમના દ્વારા ફરી એકવાર રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી છે.
સાંસદ રમેશ ધડુક દ્વારા જણાવાયું હતું કે, હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી જાણે જીવન થંભી ગયું છે. કોઈને પણ કોઈ પ્રકારની રોજગારી ઉત્પન થાય તેવું કોઈ કાર્ય થઈ શકતું નથી તો ધરતીપુત્ર અને તેઓ પોતાની ખેત પેદાશ સિવાય બીજી કોઈ આવકનું સાધન ન હોવાથી તેમની હાલતો સૌથી વધારે દયનીય બની છે, ત્યારે સરકાર દ્વારા તેમને દર વર્ષે ખેતી વિધ્યક ધીરાણ આપવામાં આવે છે જે તેમના માટે જીવાદોરી બની જાય છે. પરંતુ હાલ આ જ જીવાદોરી તેમને માટે મોટી મુશ્કેલી સાબિત થઈ છે, કેમ કે એક તરફ લોકડાઉનને કારણે તૈયાર ઉભો પાક વેચી પણ નથી શકતા, ઉપરાંત ગયા વર્ષે વધારે વરસાદને કારણે ખેતીમાં પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.