રાજકોટ: સાળંગપુર સ્વામિનારાયણના મંદિરમાં હનુમાનજીના વિવાદિત ચિત્રોનો વિવાદ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયો નથી. એવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ મામલે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં જ એક સ્વામી દ્વારા પાટીદાર સમાજના કુળદેવી ખોડલ માતા વિરુદ્ધ વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું. જેને લઇને પાટીદાર સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પાટીદાર અગ્રણી અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું નિવેદન સામે આવ્યું છે.
Khodal Mata Controversy: ખોડલ માતા વિવાદિત ટિપ્પણી અંગે રમેશ ધડુકનું નિવેદન - 'કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવી ન જોઈએ' - ખોડલ માતા વિવાદિત ટિપ્પણી મામલો
પાટીદાર સમાજના કુળદેવી ખોડલ માતા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી મામલે રમેશ ધડુકનું નિવેદન સામે આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે બધા ધર્મો પોતાની રીતે ધર્મનું કામ કરતા હોય છે. ત્યારે આમાં કાઈ રાજકારણ લાવવું જોઈએ નહિ તેમજ ખોટા વિવાદો થાય તેવી ટિપ્પણી જોઈએ નહિ.
Published : Sep 13, 2023, 4:20 PM IST
'ખરેખર કોઈ ટિપ્પણી કરવાની જરૂર રહેતી નથી. જ્યારે ધર્મ અંગે બધાને ખબર છે કે કોણ મોટું છે. જેમાં મહાદેવ, હનુમાનજી અને કૃષ્ણ મોટા છે તે બધા લોકો જાણે છે. બધા ધર્મો પોતાની રીતે ધર્મનું કામ કરતા હોય છે. ત્યારે આમાં કાઈ રાજકારણ લાવવું ન જોઈએ તેમજ ખોટા વિવાદો ક્યાંય ઊભા કરવા જોઈએ નહિ. સ્વામીનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ સહિતના ધર્મના લોકો પોત પોતાની રીતે ભગવાનને માનતા હોય છે. કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કોઈએ કરવી જોઈએ નહિ.' - રમેશ ધડુક, સાસંદ
ખોડલધામ દ્વારા ચેતવણી: રમેશ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો અલગ અલગ છે. જેમાં એક સંત કે સાધુ ક્યાંય આવું કાઈ બોલ્યા હોય તો બધા સ્વામિનારાણના સંતો આ વિવાદમાં આવતા નથી. સ્વામિનારાણના સંસ્થાના સંતો જે કાંઈ બોલ્યા હોય તેવું બોલવું ન જોઈએ. ઉલ્લેખનીય છે કે માટે ખોડલ વિશે વિવાદિત ટીપ્પણીનો મામલો સામે આવ્યા બાદ ગઈકાલે કાગવગ ખોડલધામ સંસ્થા દ્વારા પણ આ મામલે સ્વામિનારાણના સંસ્થાના સંતોને આ મામલે ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવા વિવાદિત નિવેદન ખોડીયાર માતા વિરુદ્ધ કરવા નહિ.