રાજકોટઃ તારીખ 12 ઑગસ્ટ જન્માષ્ટમીના દિવસે સાંસદ રમેશ ધડુકના ઘરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જાણિતા લોકગાયિકા ગીતા રબારી સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે સોમવારે પોરબંદર સાંસદ રમેશ ધડુક અને તેમના પુત્રવધુ મોના નૈમિષ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ તેમને તેમના ઘરે જ હૉમઆઈસોલેટ કરવામાં આવ્યા છે.
પોરબંદર સાંસદ રમેશ ધડુક સહિત તેમના પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ વાંચોઃ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગોંડલમાં શહેરના કૈલાશબાગમાં પોરબંદર સાંસદના ઘરે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા.
ગીતા રબારી સાથે નૈમિષ ધડુક અને તેમના પત્ની તમને જણાવી દઇએ કે, રમેશ ધડુક દ્વારા દર વર્ષે ગોંડલ શહેરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે રમેશ ધડુકે જન્માષ્ટમીનું આયોજન સાદગી રીતે પોતાના ઘરમાં જ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના જાણિતા લોકગાયિકા ગીતા રબારી સહિતના અન્ય કલાકાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.
નૈમિષ ધડુક અને તેમના પત્નિ મોના ધડુક રમેશ ધડુકના ઘરે જન્માષ્ટમીની ઉજવણી