રાજકોટમાં પણ મતદાન જાગૃતિ એકતા મંચ દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને રાજકોટની વિવિધ સામાજિક સંસ્થા દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એકતા મંચની માગ છે કે સરકાર દ્વારા શહેરમાં હેલ્મેટ અને કર્મ સીટ બેલ્ડ ન બાંધ્યો હોય ત્યારે દંડ ઉઘરાવવામાં આવે છે.
ટ્રાફિકના નવા કાયદા સામે રાજકોટમાં મતદાન એકતા જાગૃતિ મંચના ધરણાં - હેલ્મેટ
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમનના કાયદામાં સુધારો કરી દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
મતદાન એકતા જાગૃતિ મંચના ધરણાં
પરંતુ, શહેરમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત નથી છતાં પોલીસ દ્વારા શહેરીજનોને માનસિક ત્રાસ આપીને દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેનો વિરોધ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો હતો.