પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા અવસર નાકીયા સહિતના કોંગી આગેવાનો સાથે ભાજપ નેતા ભરત બોઘરા જમતા હોય તેમજ બેઠા હોય તેવા ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. જેને લઈને ભરત બોઘરા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
જસદણમાં ફરી રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક સાથે બેસેલા હોવાનો ફોટો વાઇરલ - જસદણ ન્યુઝ
રાજકોટ :જિલ્લાના જસદણમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અગ્રણી ભરત બોઘરાના કોંગી સભ્યો સાથેના ફોટો વાઈરલ થતાં ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને હાલના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા અને ભાજપના જ વિસ્તારના નેતા ભરત બોઘરા વચ્ચે જૂથવાદ દેખાઈ રહ્યો છે.
જસદણ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલા કુંવરજી બાવળિયાએ હાજરી આપતા ભરત બોઘરા જૂથના સભ્યો હાજર રહ્યા નહોતા. જેને લઈને ખુલીને જૂથવાદ હોવાનું બહાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભરત બોઘરા પર પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાને હરાવવા માટેના પણ પ્રયાસો થયાના આક્ષેપો થયા હતા, ત્યારે ફરી એકવાર જસદણ વિસ્તારમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો જુથવાદ સામે આવ્યો છે.