કોરોના પ્રભાવિત રાજકોટથી ભુણાવા ગામે આવેલા દંપતી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો - rajkot latest news
કોરોનાની મહામારીમાં રાજકોટથી એક દંપતી ભુણાવા ગામે આવ્યાં હતા જેની જાણ પોલીસને થતા તે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના પ્રભાવિત રાજકોટથી ભુણાવા ગામે આવેલા દંપતી વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો
રાજકોટઃ શહેરના 150 ફૂટ રીંગ રોડ પટેલ બોર્ડિંગ પાછળ વિશ્વનગરમાં રહેતા નરસિંહભાઈ જસમતભાઈ સોરઠીયા તેમજ તેના પત્ની સાકરબેન કોરોના પ્રભાવિત હોવા છતાં પણ રાજકોટથી ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આવ્યા હતા. જેની ડોક્ટર કે હેલ્પ લાઈન નંબર પર જાણ કરી ન હતી જેથી તાલુકા પોલીસના ધ્યાને આવતા દંપતી વિરુદ્ધ IPCની કલમ 279, 188 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.