- રાજકોટ પોલીસ કમિશનરે નિયમોના પાલન અંગે જાહેરનામું બહાર પાડ્યું
- પોલીસે લોકોને કરફ્યૂ અને લૉકડાઉનના નિયમોનુું પાલન કરવા અપીલ કરી
- બુધવારે સવારથી રાજકોટની મોટા ભાગની બજારો બંધ જોવા મળી હતી
રાજકોટઃ રાજ્ય સરકારે કોરોનાની સાંકળ તોડવા મંગળવારે 29 જેટલા શહેરોમાં મિની લૉકડાઉન જાહેર કર્યું છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી શહેરીજનોને નીતિનિયમોનું અમલ કરવા અપીલ કરી હતી. બુધવારે સવારથી રાજકોટની મોટા ભાગની બજારો બંધ જોવા મળી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદ શહેર પોલીસ દ્વારા નવો નિયમ, નાઈટ કરફ્યુમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે
રાજકોટ પોલીસ કમિશનરે નિયમોના પાલન અંગે જાહેરનામું બહાર પાડ્યું સવારથી જ અલગ અલગ બજારો સંપૂર્ણ બંધ
બુધવારે સવારથી જ રાજકોટની ગુંદાવાળી બજાર, મોચી બજાર, ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ, લાખાજી રોડ, સોની બજાર સહિતની બજારો બંધ રહી હતી. જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ આજે ચાલુ જોવા મળી રહી. બીજી તરફ અલગ અલગ વિસ્તારની પોલીસ પણ સવારથી જ પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં જોવા મળી હતી. રાજકોટના અલગ અલગ વેપારી એસોસિએશને અગાઉથી જ સ્વૈચ્છિક લૉકડાઉન પણ જાહેર કરી દીધું છે.
આ પણ વાંચોઃસાબરકાંઠાના ઇડર તેમજ પ્રાંતિજમાં આગામી 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરાયું
કોરોનાના નવા કેસ દરરોજ 500થી વધુ નોંધાઈ રહ્યા છે
રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યાની સામે બેડની અછત સર્જાઈ છે. દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. જ્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લાઓમાં ઓક્સિજનના બાટલાઓ પણ અછત સર્જાઈ છે. એવામાં આરોગ્ય તંત્ર પણ આ કોરોનાની પરિસ્થિતિમાં નબળુ પૂરવાર સાબિત થઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસની ચેઇન તોડવા માટે લોકો પણ સરકાર પાસે લૉકડાઉનની માગણી કરી રહ્યા છે.