જેતપુરના સ્ટેન્ડચોક વિસ્તારની નગરપાલીકા સંચાલિત કુંભાણી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉપરાંત ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવતો હતા. ત્યાં તેની જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અન્ય સ્કૂલની વિદ્યાર્થિનીઓ અંગ્રેજી વિષય ઉપરાંત બીજા વિષયોનું ટ્યૂશન માટે આવતા હતા.
વિદ્યાર્થીની પાસે બિભત્સ માગણી કરતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ - જેતપુર સમાચાર
રાજકોટઃ જિલ્લાના જેતપુરમાં નગરપાલિકા સંચાલિત સ્કૂલના શિક્ષક પ્રવિણ નંદાણીયા સામે વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કર્યાની ફરિયાદ વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા સિટી પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
પ્રવિણ નંદાણીયા
ખોડપરા વિસ્તા૨માં રૂમ ભાડે રાખી ચલાવાતા ટ્યુશન કલાસમાં આવતી વિદ્યાર્થિનીને ગઈ કાલે શિક્ષક નંદાણીયાએ કહ્યું કે, હું કહું તેમ કર તો તને બારમા ધોરણમાં સારા માર્કે પાસ કરાવી દઈશ. ત્યારે આ વાતથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે જઈ તેની માતાને ૨ડતા ૨ડતા ઘટના જણાવી હતી અંતે પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.