ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: યુવકને સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ આપ્યો ધોકાપાક, નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ - રાજકોટ ક્રાઈમ ન્યૂઝ

રાજકોટમાં ભાજપ અગ્રણી ભૂપત ડાભીએ એક યુવક પર હુમલો કરતાં તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. ભાજપ અગ્રણીએ યુવકને સમાધાન માટે બોલાવ્યો ને પોતાના સાગરિતો સાથે મળી તેને માર માર્યો હતો.

Rajkot Crime: યુવકને સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ આપ્યો ધોકાપાક, નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ
Rajkot Crime: યુવકને સમાધાન માટે બોલાવી ભાજપ અગ્રણીએ આપ્યો ધોકાપાક, નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

By

Published : Mar 23, 2023, 8:30 PM IST

ઘટના સીસીટીવીમાં કેદ

ગોંડલઃરાજ્યમાં અવારનવાર કોઈકને કોઈક રાજકીય નેતાઓની દાદાગીરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટના ગોંડલમાંથી. અહીં ભાજપના અગ્રણી એવા ભૂપત ડાભીએ એક યુવકને માર મારતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આરોપીએ યુવકને સમાધાનના નામે બોલાવી ઢોર માર માર્યો હતો. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃVadodara Crime : અજાણ્યા શખ્સે મહિલા પર પથ્થર વડે હુમલો કરી રહેંસી નાખી, જૂઓ CCTV

સમાધાન માટે ગયા તો ખાધો મારઃ મળતી માહિતી અનુસાર, ભગવતપરા વાછરા રોડ માધવનગરમાં રહેતા ભાવેશ રમેશભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના ભૂપત ડાભીના ઘરે સમાધાન માટે મળવા ગયા હતા. ત્યારે તેમની સાથે બોલાચાલી કરી અપશબ્દો કહેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બાઈક પરથી પછાડી દઈ ભૂપત ડાભી, લાલો ડાભી, અજય ડાભી, નિરજ ડાભી, અશોક ગોહેલ તથા એક અજાણ્યા શખ્સે માર માર્યો હતો.

આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની ફરિયાદઃ ગોંડલ ભગવતપરામાં રહેતા યુવકને ભાજપ અગ્રણી તથા તેના પૂત્રો સહિત 6 શખ્સોએ માર મારતા બનાવ અંગે એટ્રોસીટી સહિત ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ શહેરના ભગવતપરામા બનેલી ઘટનામા ધોકા વડે યુવાનને માર મારતા હોય તેના સીસીટીવી ફુટેજ સોશ્યલ મીડીયામા વાયરલ થતા શહેરમા ચકચાર મચી હતી.

આ પણ વાંચોઃRajkot Crime: આપના નેતા મુકેશ રાજપરા પર હુમલો, કેબિનેટ પ્રધાન બાવળિયા પર લગાવ્યો આક્ષેપ

ભાજપ અગ્રણી કોળી ઠાકોર વિકાસ નિગમનો પૂર્વ ચેરમેનઃ ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં અશોક ગોહેલે મારા સાળા કિરણ સાથે ઝપાઝપી કરી હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી. આ બનાવના કારણમાં ભૂપતના સબંધી પૂજા કેટર્સવાળા અશોક ગોહેલે ફરિયાદી પર કેસ કરેલો હોય સમાધાન માટે મળવા જતા હુમલો કરી માર માર્યો હતો. મળતી માહિતી અનુસાર, ભાજપ અગ્રણી ભૂપત ડાભી કોળી ઠાકોર વિકાસ નિગમના પુર્વ ચેરમેન છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details