ઉપલેટા પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ - ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ
રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી અન ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેથી એ.એસ.પી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોસ્ટે PI વી.એમ.લગારીયા, દેવાયતભાઈ કલોતરા, દિનેશભાઈ ગોંડલિયા, ગગુભાઇ ચારણ, વનરાજભાઈ રગીયા, નીરવભાઈ ઉટડીયા પાટણવાવ રોડ ભાદર ચોકી એ વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ મોટર આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત પાસ દરમિયાન વાહન ચોરીનું હોવાનું જણાવા મળયું હતું. જેથી તે બાબતે પૂછતા તેને મોટર સાઇકલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પાસેથી ચોરી કરી હોવાનું બહાર આવ્યુ હતું.
ઉપલેટા પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સની કરી ધરપકડ
જે બાદ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.