ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલની સગીરાને ભગાડી જનારા પરણિત યુવાનની પોલીસે ધરપકડ કરી - ગોંડલ ન્યૂઝ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં કેટલાક દિવસો પહેલાં સગીરાને ભગાડી જનારા પરણિત યુવાનની પોલીસ ધરપકડ કરી છે.

rajkot news
રાજકોટ

By

Published : Mar 15, 2020, 2:14 PM IST

Updated : Mar 15, 2020, 2:48 PM IST

રાજકોટ: સગીરાને ભગાડી જનારા યુવાન ગોડલામાં રહેતો હતો. આ 23 વર્ષીય યુવાન મુળ રાજસ્થાનનાં બાસવાડા જિલ્લાના ચોરછોટાનો રહેવાસી છે. જેનું નામ મહેન્દ્ર ઉર્ફે મદિપ નાનજી પરમાર છે.

ગોંડલની સગીરાને ભગાડી જનારા પરણિત યુવાનની પોલીસે ધરપકડ કરી

આ પરણિત યુવાને તેની બાજુમાં રહેતી સગીરાને 26 જાન્યુઆરીએ કરીયાણાની દુકાનથી ભાગડી ગયો હતો. આ બન્ને પ્રેમી પંખીડા કેશોદ નજીક વાડીમાં ખેત મજૂરી કરતા હતા. મહેન્દ્ર અને સગીરા વોરાકોટડા રોડ પર હોવાની બાતમી મળતાં પી.આઇ.રામાનુજ, રાઇટર હરૂભા, વિરેન્દ્રસિંહ, રાજભા, પ્રતિપાલસિંહ સહિતના સ્ટાફે પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા હતા અને સગીરાને મેડીકલ ચેકઅપ બાદ તેનાં માતા-પિતાને સોંપવામાં આવી હતી.

પોલીસે મહેન્દ્ર ઉર્ફે મંદિપ સામે અપહરણ, પોસ્કો 376 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સગીરાને ભગાડી જનારા મહેન્દ્ર પરણીત છે અને ટ્રેક્ટર ચલાવી ગુજરાન ચલાવે છે.

Last Updated : Mar 15, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details