ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપાની ચૂંટણી દરમિયાન EVMમાં તોડફોડ મામલે 5 આરોપીની પોલીસે અટકાયત કરી - રાજકોટના તાજા સમાચાર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ડોક્ટર ભીમ રાવ આંબેડકર પ્રાથમિક શાળામાં ચાલું મતદાન દરમિયાન અમુક શખ્સોએ મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ મતદના મથકમાં રાખવામાં આવેલા EVMમાં પણ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને રાજકોટ તાલુકા પોલીસે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટ મનપાની ચૂંટણી દરમિયાન EVMમાં તોડફોડ મામલે 5 આરોપીની પોલીસે અટકાયત કરી
રાજકોટ મનપાની ચૂંટણી દરમિયાન EVMમાં તોડફોડ મામલે 5 આરોપીની પોલીસે અટકાયત કરી

By

Published : Mar 12, 2021, 9:40 PM IST

  • સ્થાનિક ચૂંટણી દરમિયાન EVMમાં તોડફોડ કરવામાં આવી હતી
  • મતદાન મથકે મતદાન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
  • CCTV ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી

આ પણ વાંચોઃરાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે EVM, સ્ટ્રોંગ રૂમ સેન્ટર તથા મતગણતરી સ્થળ નિયત કરાયા

રાજકોટઃ તાજેતરમાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ડોક્ટર ભીમ રાવ આંબેડકર પ્રાથમિક શાળામાં ચાલું મતદાન દરમિયાન અમુક શખ્સોએ મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ મતદના મથકમાં રાખવામાં આવેલા EVMમાં પણ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને રાજકોટ તાલુકા પોલીસે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃવડોદરામાં EVM મશીનનું તાળું ખુલ્લું રખાતા આમ આદમી પાર્ટીના ઉમેદવારે કર્યો હોબાળો

વોર્ડ નંબર 11ના બૂથ પર બન્યો હતો બનાવ

રાજકોટ તાલુકા પોલીસ ATMમાં તોડફોડ મામલે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જેમાં ધર્મેશ રત્નેશ્વર, રવિ વાઢેર, રામભાઈ ભાણજીભાઈ વાર શક્યા તેમજ ગૌતમભાઈ બાબરીયા સહિત કુલ પાંચ શખ્સોનો સમાવેશ થાય છે. આ શખ્સો દ્વારા મતદાનના દિવસે ડોક્ટર ભીમ રાવ આંબેડકર પ્રાથમિક શાળામાં બૂથ પર તોડફોડ કરી હતી. તેમ જ મતદાન રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ તમામ શખ્સોની તાલુકા પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી છે અને તેમની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details