રાજકોટ: જિલ્લાના ભરૂડી ગામ નજીક આવેલી સીમમાંથી બે દિવસ પહેલા એક અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ સ્થાનિક પોલીસની ટિમ બનાવવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં અજાણ્યા પુરૂષના મૃતદેહ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી - ગોંડલ નગરપાલિકા
જિલ્લાના ભરૂડી ગામ નજીક સીમમાંથી બે દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલાીસને ત્રણ આરોપીને પક઼ડવામાં સફળતા મળી છે.
પ્રાથમિક માહિતીમાં મૃતક રાજસ્થાની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ, ત્યારબાદ વધુ તપાસમાં તે ભરૂડી સીમમાં આવેલા પેન્ટાગોન કારખાનામાં રસોઈનું કામ કરતો મજુર હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી.
પોલીસની સમગ્ર તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કારખાના માલિકને કારખાનામાં રસોઈનું કામ કરતા શંકરરામ ઉપર શંકા હતી, ત્યારબાદ ગોંડલનગર પાલિકાના રવિભાઈ કાલરીયા, શૈલેષભાઈ ફૌજી, અશોકભાઈ રૈયાણી, અક્ષય ચોવટીયા, વિનોદ ડરાણીયા, આશિષ ટીલવા નામના ઈસમો દ્વારા રસોયાને પાઇપ વડે ઢોર માર માર્યો હતો. જેમાં મૃતક મોતને ભેટ્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.