મળતી માહીતી મુજબ 29 સપ્ટેમ્બરના રોજ હીરાના વેપારી જસમતભાઈ ધરમશીભાઈ મોરડીયાને અજાણ્યા ઈસમોએ ઇજા પહોંચાડીને લૂંટ ચલાવનાર ઇસમોને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈસમોએ હિરા અને રોકડ રૂપિયા સહિત અંદાજીત રૂપિયા 15,19000ની લૂંટ ચલાવી હતી.જે દરમિયાન ગ્રામ્ય પોલીસ દ્વારા 8 જેટલા ઈસમોએ ઝડપી પાડ્યા છે.
જસદણમાં હિરાના વેપારીને લૂંટનાર 8 ઇસમોની કરાઈ ધરપકડ - રાજકોટ જિલ્લાના સમાચાર
રાજકોટ: રાજકોટ જિલ્લા ગોડલાધાર ગામ નજીક ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ હીરાના વેપારી જસમતભાઈ ધરમશીભાઈ મોરડીયાને અજાણ્યા ઈસમોએ ઇજા પહોંચાડીને લૂંટ ચલાવનાર ઇસમોને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈસમોએ હિરા અને રોકડ રૂપિયા સહિત અંદાજીત રૂપિયા 15,19000ની લૂંટ ચલાવી હતી.
જસદણમાં હિરાના વેપારીને લૂંટનાર 8 ઇસમોની કરાઈ ધરપકડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પણ આ પ્રકારે તેમને હીરાના વેપારીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. મુખ્યત્વે તેઓ હીરાના વેપારીઓને જ પોતાનો શિકાર બનાવે છે. ઝડપાયેલા આઠેય ઇસમોમાંથી મોટાભાગના ઈસમો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે.