રાજકોટઃ કોરોનાના કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં જય મેઘવાળ સમાજ ગોંડલ તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા પોતપોતાના ઘરે જ દિપ પ્રાગટ્ય કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી.
ગોંડલમાં ડૉ.આંબેડકર જન્મ જયંતીની પોલીસ-પ્રશાસને ફુલહારથી ઉજવણી કરી - દલિત સમાજ
ગોંડલમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતી નિમિત્તે પોલીસ અને પ્રશાસન દ્વારા પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઈ.
ગોંડલમાં આંબેડકર જન્મ જયંતી નિમિત્તે પોલીસ-પ્રશાસનની ફુલહારથી ઉજવણી
લોકડાઉનના કારણે નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા અને પોલીસ જવાનો તેમજ મામલતદાર તંત્ર દ્વારા ગોંડલના કડિયા લાઇન ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી.
દલિત સમાજ દ્વારા પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરી બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવવાના કાર્યને પોલીસ અને પ્રશાસને સરાહનીય ગણાવ્યું હતું. તેમજ દિવસ દરમિયાન કોઈપણ લોકોએ પ્રતિમા પાસે આવી ફુલહાર ન ચડાવવા અપીલ કરવામાં આવી હતી.