રાજકોટ:વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ‘‘ઘરનું ઘર’’ મળી રહે તે માટે વર્ષ 2015માં ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના’’ (Pradhan Mantri Awas Yojana in Rajkot) જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌને ‘‘ઘરનું ઘર’’ (Home of the House in Rajkot) મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવામાં આવી રહ્યા છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકી સાથે ઓછા સમયમાં વધુ ને વધુ આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
વિશ્વભરમાં પ્રચલિત જુદી જુદી ટેકનોલોજીનો કર્યો અભ્યાસ
વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ રાજકોટમાં થઈ રહ્યો છે સાકાર, માર્ચમાં થશે પૂર્ણ કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (Ministry of Housing and Urban Affairs) વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજીનો સઘન અભ્યાસ કરી ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેંજ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત) લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઇ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં જુદી જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ શહેરમાં એજન્સી માલાણી કન્સ્ટ્રકશન દ્વારા સ્થાનિક કામગીરી થઇ રહી છે.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડાના ઘર વિહોણા કુટુંબો માટે આશીર્વાદરૂપ : જુઓ વિશેષ અહેવાલ
પ્રતિ આવાસ 4.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશનની ગ્રાન્ટ
ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું (Dream Project Housing Scheme in Rajkot) મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે. આ કામગીરી આશરે 1 વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ 1.5 લાખની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ 4.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટ સીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાર્વસ પ્રોજેક્ટ માટે 118 કરોડના ખર્ચે EWS-II પ્રકારના 1144 આવાસો (G+13)નું નિર્માણ કાર્યરત છે.
સંપૂર્ણ પ્રોજેક્ટ માર્ચ 2022માં પૂર્ણ થશે
વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ રાજકોટમાં થઈ રહ્યો છે સાકાર, માર્ચમાં થશે પૂર્ણ રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં 32માં 45 મીટર રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. આ આવાસ યોજના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલો છે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડુ, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ (Facility in Housing Scheme in Rajkot) પણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરી આશરે માર્ચ-2022 માર્ચમાં પૂર્ણ થશે.
આ પણ વાંચો:આવાસ યોજનાની જાહેરાતમાં જોવા મળતી મહિલા પોતે રહે છે ભાડાના મકાનમાં