ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો - gujarat news

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ (APMC)માં ગુજરાત ઉપરાંત દેશના ખૂણે ખૂણેથી જણસીની ખરીદી કરવા લોકો અને વ્યાપારીઓ આવતા હોય છે, ત્યારે રવિવારે યાર્ડ તંત્ર દ્વારા લાલ મરચાંની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડના દરવાજાની બહાર ગોંડલ- રાજકોટ નેશનલ હાઇવે ઉપર 1000થી પણ વધારે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા.

Rajkot
Rajkot
author img

By

Published : Feb 8, 2021, 10:58 PM IST

  • ગુજરાત તેમજ દેશના ખૂણે ખૂણેથી વેપારીઓ આવી ગયા
  • ગોંડલનું મરચું ગુજરાત સહિત પુરા ભારતમાં વખણાય છે
  • 1000થી પણ વધારે વાહનોના થપ્પા જોવા મળ્યા
    in article image
    ગોંડલ માર્કેટિંગ યાર્ડ

રાજકોટ: જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ (APMC)માં ગુજરાત ઉપરાંત દેશના ખૂણે ખૂણેથી જણસીની ખરીદી કરવા લોકો અને વ્યાપારીઓ આવતા હોય છે. ત્યારે રવિવારે યાર્ડ તંત્ર દ્વારા લાલ મરચાંની આવક શરૂ કરાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના દરવાજાની બહાર ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર 1000થી પણ વધારે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને ચેરમેન ગોપાલભાઈ શિંગાળા અને વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ ખેડૂતોને અપીલ કરી હતી કે, યાર્ડ તંત્ર દ્વારા આવકની જાહેરાત કરવામાં આવે ત્યારબાદ જ ખેડૂતોએ વિવિધ જણસીઓ લઇ ગોંડલ યાર્ડ તરફ આવવું. ​​​​​​

મરચાની આવક 1 લાખ આસપાસની થઇ

ગોંડલ એપીએમસીની બહાર 1000થી વધુ વાહનોની 2 કિલોમીટર કરતા વધુની લાંબી લાઈનો લાગી હતી. આવક શરૂ કરતાં અંદાજે મરચાની આવક 1 લાખની આસપાસ થઇ હતી. કિસાનોને એક મણ મરચાનાં 2000થી 3500 રૂપિયાની વચ્ચેના ભાવ મળી રહ્યાં છે. ગોંડલના મરચાને ખરીદવા માટે વેપારીઓ ગામેગામથી આવે છે, ખેડૂતોને પણ મરચાના સારા ભાવ પણ મળી રહ્યા છે. ગોંડલનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના મોટા યાર્ડમાંનું એક છે.

ABOUT THE AUTHOR

...view details