- જસદણમાં વર્ષોથી કોઈ મોટું મેદાન રમતગમત માટે ન હતું
- જસદણના રમતવીરોને19 વીઘાથી વધુના મેદાનની ભેટ મળી
- રાજકોટ જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટીને મેદાનનો કબ્જો સોંપવામાં આવ્યો
રાજકોટ: જસદણના લોકો દ્વારા રાજ્ય સરકાર પાસે વર્ષોથી રમતગમતના મોટા મેદાનની માગ કરવામાં આવી હતી. જસદણમાં વર્ષોથી રમતગમત માટેનું કોઈ મોટું મેદાન ન હતું. જેથી રમતવીરો નિરાશ થયા હતા. ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા અંતે રમતગમતનું મેદાન મંજૂર થયું હતું. આ મેદાન જસદણ શહેરની અંદર કમળાપુર પાસે ફાળવવામાં આવ્યું છે. તેમજ જસદણ સર્કલ ઓફિસર યોગેશ મુળીયા દ્વારા જમીનનું પંચરોજ કામ કરી કબ્જો સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષોથી જસદણ તાલુકામાં રમતગમત પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતા જસદણ તાલુકો રમતગમતના ક્ષેત્રે ખુબ જ પાછળ રહ્યો છે.
19 વીઘાથી વધુનું મેદાન મળતા લોકોમાં આનંદની લહેર છવાઈ