રાજકોટની ગણના હવે દેશના સ્માર્ટ સિટીમાં થાય છે. રાજકોટને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ મનપા કમિશ્નર બાંછનિધિ પાની દ્વારા શહેરમાં નવા બાંધકામ દરમિયાન ફરજીયાત એક વૃક્ષ વાવવું તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટ મનપાનો અનોખો પ્રયોગ, નવા બાંધકામ દરમિયાન વૃક્ષારોપણ કરવું ફરજિયાત - tree plantation
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં રાજકોટમાં થતા નવા બાંધકામ સમયે ફરજીયાત એક વૃક્ષ વાવવું તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જો વૃક્ષ નહિ વાવવામાં આવે તો તે બાંધકામ સાઈટને કમ્પ્લીશનની મંજૂરી આપવામાં નહિ આવે. જેને લઈને હવે રાજકોટમાં નવા બાંધકામો બાંધનાર બિલ્ડરો તેમજ નાગરિકો માટે એક વૃક્ષ વાવવું ફરજીયાત બન્યું છે.

રાજકોટ
રાજકોટ મનપાનો અનોખો પ્રયોગ
જો બાંધકામ દરમિયાન વૃક્ષ નહીં વાવવામાં આવે તો, તે બાંધકામ સાઈટને કમ્પ્લીશનની મંજૂરી નહિ આપવામાં આવે. હવે રાજકોટમાં નવી બાંધકામ સાઈટના બિલ્ડરો દ્વારા સ્થળ પર વૃક્ષ વાવવું ફરજિયાત બન્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના વિકાસની સાથે સાથે તેની સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે મનપાના નિર્ણયના કારણે રાજકોટમાં મહદ અંશે પ્રદુષણમાં પણ ઘટાડો થશે.