રાજકોટ: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉજવણીનો મહોલ છવાયો છે. એવામાં રાજકોટના કિસાનપરા ચોકમાં પણ ભગવાન શ્રીરામ અને અયોધ્યામાં જે પ્રકારે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની પ્રતિકૃતિની પેન્ટિંગ દીવાલ ઉપર જોવા મળી રહી છે. રાજકોટના ચાર ચિત્રકારો દ્વારા અયોધ્યામાં જે પ્રકારે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તે જ પ્રકારનું મંદિર કિસાનપરા ચોકમાં દિવાલ ઉપર કોતરવામાં આવ્યું છે. જ્યારે આ ચિત્ર બનાવતા બે દિવસનો સમય લાગ્યો છે. એવામાં ભગવાન રામની વધામણીમાં રાજકોટનો ફાળો પણ મહત્વનો જોવા મળી રહ્યો છે.
Rajkot ram mandir: રાજકોટની દિવાલો પર થશે અયોધ્યા અને રામ મંદિરના દર્શન, જુઓ વીડિયો - undefined
આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉજવણીનો મહોલ છવાયો છે. એવામાં રાજકોટના કિસાનપરા ચોકમાં પણ ભગવાન શ્રીરામ અને અયોધ્યામાં જે પ્રકારે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની પ્રતિકૃતિની પેન્ટિંગ દીવાલ ઉપર જોવા મળી રહી છે.
Published : Jan 2, 2024, 1:54 PM IST
અયોધ્યા મંદિર અને શ્રીરામની પેઇન્ટિંગ: રાજકોટમાં કિસાનપરા ચોકમાં અયોધ્યા મંદિર અને શ્રીરામની પેઇન્ટિંગ બનાવનાર આર્ટિસ્ટ વિક્રમ ઠાકોરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કલાકૃતિ તૈયાર કરતાં તેમને બે દિવસનો સમય લાગ્યો હતો. ગઈકાલ સવારથી આ પ્રતિકૃતિ શરૂ કરી હતી અને આજ સાંજ સુધીમાં આ સંપૂર્ણ કલાકૃતિ સંપૂર્ણ થઈ જશે. અમારા ચાર લોકોની ટીમ દ્વારા આ પ્રકારનું પેન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે અયોધ્યામાં જે પ્રમાણે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તે જ પ્રકારની પ્રતિકૃતિ રાજકોટના કિસાનપરા ચોકમાં દિવાલ ઉપર બનાવી છે. જેના આધારે અમે આ પેન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. અયોધ્યામાં જે પ્રકારે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તે પ્રકારનું મંદિર બનાવવા માટે મહેનત ખૂબ જ પડી છે ખાસ કરીને પીલોર સાથે જ તેમાં જે પ્રમાણે જગ્યા છે મંદિરનો ઘુમ્મર છે આ તમામ બાબતોનો જીણવટ પૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમણે પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી.
અયોધ્યાની થીમ ઉપર જ આધારિત કલાકૃતિ: વિક્રમ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં જે રામ મંદિરની કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે તે અયોધ્યાની થીમ ઉપર જ આધારિત છે. જેમાં ભગવાન શ્રીરામનો ફોટો રાખવામાં આવ્યો છે. આ સાથે અયોધ્યામાં જે પ્રકારે મંદિર છે તે પ્રકારના મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ મંદિરની લંબાઈ અંદાજિત 35 થી 40 ફૂટની રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજવાનો છે. એવામાં દેશભરમાં તેની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.