ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD વિદ્યાર્થીની પજવણીનો મામલો, તપાસનો ધમધમાટ શરૂ - વુમન્સ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDમાં અભ્યાસ કરતી અર્થશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીનીની પજવણી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD વિદ્યાર્થીની પજવણીનો મામલો, તપાસનો ધમધમાટ શરૂ

By

Published : Sep 18, 2019, 7:28 PM IST

યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. રાકેશ જોશી સામેની તપાસ નિવૃત જજ એ.પી ત્રિવેદી ચલાવી રહ્યા છે, ત્યારે આ મામલે યુનિવર્સિટીના એન્ટી વુમન્સ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલના અધ્યક્ષ નીતાબેન ઉદાણીનું નિવેદન લેવામાં આવ્યું હતુ. જેમાં સેલના અધ્યક્ષ દ્વારા તપાસ દરમિયાન બહાર આવેલ હકીકત તેમજ તારણ સહિતની વિગતો તેમના નિવેદનમાં આપી હતી. હવે પછી આ સમગ્ર મામલાને પ્રકાશમાં લઇ આવનાર PHDના બે વિદ્યાર્થીઓ નરેશ મહિડા અને હર્ષ ગોસ્વામી તેમજ પીડિતા પજવણીનો ભોગ બન્યાં બાદ સૌપ્રથમ જે મહિલા ક્લાર્કને મળી હતી તે મયુરી ધોળકિયાનું પણ આ મામલે નિવેદન લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details