- PGVCLના કર્મચારીનું પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન
- કર્મચારીઓએ પોસ્ટરો બતાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો
- રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન
રાજકોટ :PGVCLના કર્મચારીની છેલ્લા બે વર્ષથી જે પડતર માંગો છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. રાજકોટની લક્ષ્મી નગર ખાતે PGVCL ઓફિસ ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને કામ કરી રહ્યા છે. તો સાથે જ બપોરના સમય દરમિયાન કર્મચારીઓએ પોસ્ટરો બતાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે PGVCL સહિત રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન આપ્યું હતું.
PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન PGVCL ના 11000 થી વધુ કર્મચારીઓ 21 તારીખ થી માસ CL મા જોડાશે
કર્મચારીની છેલ્લા બે વર્ષથી જે પડતર માંગો જેવી કે, સાતમા પગાર પંચના એરિયર્સ સહિતની વિવિધ માંગણીઓને લઇને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ આગામી 20 જાન્યુઆરી સુધી દરરોજ કાળી પટ્ટી સાથે કામ કરી વિરોધ નોંધાવશે. જ્યારે કે, PGVCLના 11000 થી વધુ કર્મચારીઓ 21 તારીખથી માસ CLમાં જોડાશે.
PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન