રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વમાં હાહાકાર મચ્યો છે. જ્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેને લઈને અલગ-અલગ શહેર દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવા આવી રહ્યો છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પણ રાજકોટમાં સવારે 7થી સાંજના 7 સુધીમાં જ લોકોને જરૂરી કામ માટે બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે.
કોરોના ઇફેક્ટ: રાજકોટમાં સવારે 7થી સાંજના 7 સુધી જ પેટ્રોલ મળશે - રાજકોટમાં પેટ્રોલ
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસથી મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં અમુક અંશે રાહત આપવામાં આવી છે. જેમાં રાજકોટમાં સવારે 7થી સાંજના 7 સુધી જ પેટ્રોલ મળશે.
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ શહેરમાં સાંજના 7 કલાક બાદ નીકળશે અથવા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી કડક સૂચના આપી છે. જેનો અમલ કરવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટ પેટ્રોલ પમ્પ એસોસિએશન દ્વારા લોકડાઉનના પાલનમાં સહયોગ આપવા માટે મહત્વનો નિર્ણય કરવા આવ્યો છે. જેમાં સવારના 7 કલાકથી સાંજના 7 કલાક સુધી જ શહેરીજનોને પમ્પ પર પેટ્રોલ મળશે અને 7 કલાક બાદ કોઈ શહેરીજનને પેટ્રોલ નહીં આપવાનો પેટ્રોલ પમ્પ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે કોઈ પોલીસ વાન, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોને પેટ્રોલની જરૂર હશે તો તેને સાંજના 7 કલાક બાદ પેટ્રોલ ભરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 63 જેટલી થવા પામી છે. જેમાં બે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોના કેસનો સમાવેશ થાય છે.