ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના આટકોટમાં માસ્ક વગર બહાર નિકળતા લોકોને દંડ ફટકારવાનું શરૂ - Rajkot News

રાજકોટ જિલ્લાના આટકોટમાં કોરોનાના 3 કેસ થતા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ આદરી છે. માસ્ક વગર બહાર નિકળતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.

રાજકોટના આટકોટમાં માસ્ક વગર બહાર નિકળતા લોકોને દંડ ફટકારવાનું શરૂ
રાજકોટના આટકોટમાં માસ્ક વગર બહાર નિકળતા લોકોને દંડ ફટકારવાનું શરૂ

By

Published : May 28, 2020, 8:37 PM IST

રાજકોટઃ જિલ્લાના આટકોટમાં કોરોનાના 3 કેસ થયા છે. લોકોને કોરોના સામે ડર નથી લાગી રહ્યો માસ્ક વગરના નીકળી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ આદરી હતી અને માસ્ક વગરના લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજકોટના આટકોટમાં માસ્ક વગર બહાર નિકળતા લોકોને દંડ ફટકારવાનું શરૂ

આટકોટ ગામમાં ઘણા એવા લોકો છે. જે માસ્ક વગર જ આંટાફેરા મારી રહ્યાં છે, ત્યારે આટકોટના PSI, SI, કે પી મેતા જસદણના ટીડીઓ બેલીમ આટકોટના સરપંચ દેવશીભાઈ ખોખરીયા, તલાટીમંત્રી મહેશભાઇ, આરોગ્ય વિભાગ ના રાઠોડભાઈ આટકોટ પોલીસ સાથે સ્વામિનારાયણ ગેટ પાસે બસ સ્ટેન્ડમાં તેમજ ગામમાં બહાર નીકળતા અને માસ્ક વગરના વાહન ચાલકો તેમજ ચાલીને માસ્ક વગરના જતાં લોકોને 200 રૂપિયાનો દંડ ભરવો પડયો હતો.

આવા કોરોનાના કેસ થતાં હોય, ત્યારે લોકોને પણ સાવધાન રહેવું જોઈએ પણ હજુ ઘણાં સમજે અને સાવચેતી રાખે દંડ ફટકારવાનો ચાલુ કરતાં જ ઘણા લોકો માસ્ક પહેરીને જ નીકળતા હતા. લોકોને માસ્ક વગર બહાર ન નીકળવાની સુચના આપવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details