રાજકોટઃ કોરોના વાઇરસને લઈને બેફીકર રખડતા લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ માસ્ક વગર ફરી રહ્યા છે, ત્યારે લોકોને પણ જાગૃતિ રાખવી જોઈએ લોકડાઊનની છૂટ આપી ત્યારથી જાણે લોકો આઝાદ હોય તેમ માસ્ક વગર ફરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સને પણ ભૂલી ગયા છે.
રાજકોટ વહીવટી વિભાગનો નિર્ણય, માસ્ક વગર નીકળતાં લોકોને ફટકારાશે દંડ - કોરોના વાઇરસ
કોરોનાની મહામારીમાં પણ લોકો જાણે માસ્કને ભુલી ગયા હોય તેમ ફરી રહ્યાં છે. ત્યારે હાલ તંત્ર દ્વારા માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાનો શરૂ કરતાં જ લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
![રાજકોટ વહીવટી વિભાગનો નિર્ણય, માસ્ક વગર નીકળતાં લોકોને ફટકારાશે દંડ વહીવટ વિભાગ દ્વારા માસ્ક વગરના નીકળતાં લોકોને ફટકારાશે દંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7570582-98-7570582-1591869398048.jpg)
વહીવટ વિભાગ દ્વારા માસ્ક વગરના નીકળતાં લોકોને ફટકારાશે દંડ
ત્યારે આજે તંત્ર દ્વારા માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાનો શરૂ કરતાં જ લોકોમાં ફફડાટ ફેલાયો છે. જસદણના TDO અને આટકોટ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રી આટકોટ પોલીસ દ્વારા રોડ પર નીકળતા લોકોને દંડ ફટકારવાનુ શરૂ કર્યું હતું.