ભારતમાં આયુવર્વેદનું ખૂબજ મહત્વ માનવામાં આવે છે. તેમજ મોટાભાગના લોકો હજુ પણ આયૂર્વેદની ઓષધીનો ઉપયોગ કરવામાં માનતા હોય છે. ત્યારે આયૂર્વેદમાં કોથમરીને પણ અનેરૂ સ્થાન આપાવામાં આવ્યું છે. જેને લઇને રાજકોટમાં લોકો આકરા તાપથી બચવા માટે કોથમરીનો ટોપી તરીકે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટના આમ્રપાલી વિસ્તારમાં આવેલ શાકભાજીની લારીએ લોકો કોથમરીની મોટાપ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.
રાજકોટમાં ગરમીથી બચવા આ લોકોએ બનાવી કોથમરી ટોપી, જુઓ વીડિયો... - narendra patel
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સત્તત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સૂર્યના પ્રકોપથી બચવા માટે લોકો દેશી ઉપચારના સહારે જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટના આમ્રપાલી વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી પર લોકો કોથમરી ખૂબ જ મોટાપ્રમાણમાં ખરીદી રહ્યા છે. અને આ કોથમરીનો ઉપયોગ જેમ ટોપી પહેરવામાં આવે છે. એમ માથા પર કોથમરી મૂકીને કરી રહ્યા છે.
ગરમીથી બચવા લોકોએ કોથમરીના સહારે
અને આ કોથમરીનો તાપથી બચવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આ અંગે શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું કે રાજકોટમાં આકરા તાપથી બચવા માટે લોકો કોથમરીને માથા પર ટોપીને જેમ મુકી રહ્યા છે. કોથમરીને માથા પર મુકવાથી શરીરે ખૂબજ ઠંકક મળે છે. આ સાથે સાથે લીલી હોવાતી આંખોને પણ ખૂબજ ફાયદો થાય છે. ત્યારે લોકો મોટાપ્રમાણમાં કોથમરીનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ ઉનાળામાં શાકભાજીના વેપારીઓ પાસે પણ કોથમરીની માંગ ખૂબજ વધી રહી છે.