કોટડાસંગાણી માણેકવાળાના રાજેશ નાનજી સૌંદરવા નામના દલિત યુવાનની હત્યા કરવામાં આવતા દલિત સમાજ રોષે ભરાયા હતા. સવારથી જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા અને મૃતક યુવાનના હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી માંગ સાથે રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા.
દલિત યુવાનના મોતનો મામલો ગરમાયો, રાજકોટમાં કરાયો ચક્કાજામ - Dalit youth murdered
રાજકોટઃ જિલ્લાના કોટડાસંગાણી માણેકવાળા ગામના દલિત યુવાનની ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમયે પોસ્ટમોર્ટમ બાદ મૃતકના પરિજનોએ જ્યાં સુધી યુવાનની હત્યાના આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ મોટી સંખ્યામાં દલિતોએ હોસ્પિટલ ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો.
દલિત યુવાનના મોતનો મામલો ગરમાયો, રાજકોટમાં કર્યો ચક્કાજામ
જો કે, તાત્કાલિક રાજકોટ DCP અને દલિત સમાજના અગેવાનો આવી પહોંચતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દલિત સમાજ દ્વારા તંત્રને આગામી 24 કલાકમાં પોતાની માંગ સ્વીકારવાનો સમય આપ્યો છે. જો સરકાર 24 કલાકમાં માંગ નહિ સ્વીકારે તો સમગ્ર રાજ્યમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.